New Update
ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન
પ્રાર્થના વિદ્યાલયમાં આયોજન
વાર્ષિક સાધારણ સભા યોજાય
વિવિધ બાબતે કરાય ચર્ચા
ધારાસભ્ય અરૂણસિંહ રણા રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ચતુર્થ વાર્ષિક સાધારણ સભા અને શાળા સંચાલનના વહીવટી માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો.
ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ચતુર્થ વાર્ષિક સાધારણ સભા અને શાળા સંચાલનના વહીવટી માર્ગદર્શકસેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય થકી સેમિનારને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ધારાસભ્ય અરુણસિંહ રણા,રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ડો.શંકરસિંહ આર.રાણા,અધ્યક્ષ મનુ જી.રાવલ,ભાસ્કર પટેલ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય ડો.જે.વી.પટેલ,શાંતિલાલ પટેલ,જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ,ચેનલ નર્મદાના ડાયરેક્ટર નરેશ ઠક્કર,ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ પ્રવિણસિંહ રણા, દિનેશ પંડ્યા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories