New Update
-
ભરૂચ શિક્ષણ વિભાગનો પરિપત્ર
-
શાળાઓ માટે પરિપત્ર બહાર પડાયો
-
નોટબુક સહિતની સામગ્રી ચોક્કસ જગ્યાએથી ખરીદવા દબાણ ન થઈ શકે
-
શાળાઓ સામે દંડનીય કાર્યવાહી કરાશે
-
કેટલીક શાળા આવી પ્રવૃત્તિ કરતી હોવાનું આવ્યું હતું બહાર
ભરૂચમાં શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનો પરથી નોટબુક કે સ્કૂલ સામગ્રી ખરીદવા વાલીઓને દબાણ ન કરી શકાય.આવી પ્રવૃત્તિઓ રોકવા જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર ચોક્કસ દુકાનેથી નોટબુક, પુસ્તકો, સ્કૂલબેગ તથા સ્ટેશનરી ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને મળી હતી.આ મુદ્દે શિક્ષણ વિભાગ તરફથી તમામ શાળાઓને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.શિક્ષણ અધિનિયમ RTE-2009 તથા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તા. 02/12/2014 ના ઠરાવ મુજબ શાળાઓ પોતાનું લોગો છપાવેલી નોટબુક કે ચોક્કસ દુકાનો પરથી સામગ્રી ખરીદવા ફરજ પાડી શકે તેમ નથી.આ ઉપરાંત ગ્રાન્ટ ઇન એઇડ કોડ-1964ની કલમ-17 મુજબ શાળાએ વિદ્યાર્થીઓ ઉપર કોઈ પણ ખાનગી નોટબુક કે સામગ્રી ખરીદવાની ફરજ પાડી શકાતી નથી. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે જણાવ્યું હતું કે આવી કોઈ ઘટનાઓ સામે આવશે તો તેઓ વિરૂદ્ધ RTE એક્ટ અને શિક્ષણના નિયમો હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
Latest Stories