ભરૂચ: કૃત્રિમકુંડમાં વિસર્જિત POPની પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ

ભરૂચ નગર સેવા સદન દ્વારા બનાવાયેલ ત્રણ કુત્રિમ જળકુંડમાં વિસર્જિત શ્રીજીની પ્રતિમાઓનો દહેજની બેઇલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે

New Update

ભરૂચમાં શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમકુંડમાં વિસર્જન

પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમાનો કરાશે નિકાલ

બેઇલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાશે

પૂજાપામાંથી ખાતર બનાવાશે

નગર સેવા સદન દ્વારા કામગીરી શરૂ કરાય

ભરૂચ નગર સેવા સદન દ્વારા બનાવાયેલ ત્રણ કુત્રિમ જળકુંડમાં વિસર્જિત શ્રીજીની પ્રતિમાઓનો દહેજની બેઇલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે તો સાથે જ પૂજાપામાંથી ખાતર બનાવી તેનો બાગ બગીચામાં ઉપયોગ કરવામાં આવશે

ભરૂચમાં લોકમાતા નર્મદા મૈયાને પ્રદુષિત થતી અટકાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.ભરૂચમાં ગણેશ વિસર્જન માટે મકતમપૂર,જેબી મોદી અને ગાયત્રી કુંડ એમ ત્રણ કેટલા કૃત્રિમ કુંડ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં શ્રીજીની 1844 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. માટીની પ્રતિમા તો કુત્રિમકુંડના પાણીમાં ઓગળી ગઈ હતી પરંતુ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓનું પદ્ધતિસર વિસર્જન ન થતા અવદશાના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે ભક્તોની લાગણી ન દુભાય એ હેતુથી આવી તમામ પ્રતિમાઓને દહેજની બેઇલ કંપનીમાં લઈ જવામાં આવી રહી છે અને ત્યાં તમામ પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત કુંડ નજીક એકત્રિત થયેલ પૂજાપામાંથી ખાતર બનાવી તેનો બાગબગીચામાં ઉપયોગ કરવામાં આવશે
Latest Stories