-
ભરૂચના નર્મદા મૈયા બ્રિજનો બનાવ
-
યુવાને નદીમાં લગાવી મોતની છલાંગ
-
નાવિકોએ યુવાનનો જીવ બચાવ્યો
-
ગતરોજ મહિલાએ નદીમાં પડતું મૂક્યું હતું
-
હજી પણ મહિલા નદીમાં લાપતા
ભરૂચના નર્મદા મૈયા બ્રીજ ઉપરથી નદીમાં છલાંગ લગાવી આપઘાત કરવાનો ૨૪ કલાકમાં બીજો બનાવ સામે આવ્યો છે.આજે બપોરે અજાણ્યા યુવાને નદીમાં મોતની છલાંગ લગાવી હતી જો કે નાવડી પાસે હોવાથી યુવાનનો બચાવ
ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે પર નર્મદા મૈયા બ્રીજ ઉપરથી નદીમાં મોતની છલાંગના બનાવો ચિંતાનો વિષય બન્યો છે.ગતરોજ એક મહિલાએ નદીમાં બ્રીજ ઉપરથી પડતું મુક્યું હતું જે લાપત્તા બનેલ મહિલાની બપોરના સમયે શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન આશરે ૩:૧૫ કલાકે એક અજાણ્યા યુવાને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી
જો કે નદીમાં યુવાન પડતા ત્યાં હાજર નાવિકોએ તેને બચાવી લીધો હતો.અને બહાર કાઢી સારવાર માટે ખસેડ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી નર્મદા મૈયા બ્રિજ પરથી આપઘાત કરવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તંત્ર આ બાબતે ગંભીરતા દાખવી બ્રિજની બન્ને તરફ જાળી લગાવે એવી માંગ ઉઠી રહી છે.