ભરૂચ: અવિરત વરસાદમાં ફુરજા અને ફાંટા તળાવ વિસ્તારમાં ગટર ગંગા વહી !

ભરૂચમાં વર્ષે રહેલા અવિરત વરસાદના કારણે શહેરના ઉર્જા અને ફાંટા તળાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

New Update

ભરૂચમાં વર્ષે રહેલા અવિરત વરસાદના કારણે શહેરના ઉર્જા અને ફાંટા તળાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણી સાથે ગટરનું પ્રદૂષિત પાણી પણ મિક્સ થઈ જતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે

ભરૂચ શહેર અને જિલ્લામાં ગત મધ્યરાત્રીથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ખાસ કરીને ભરૂચના ફુરજા અને ફાંટા તળાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી સાથે ગટરનું પ્રદૂષિત પાણી પણ ભળી જતા ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા.દૂષિત પાણીના કારણે વેપારીઓ તેમજ લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

નગર સેવા સદન દ્વારા ચોમાસા અગાઉ પ્રી મોન્સૂન કામગીરી માટે લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ આ પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ કરાઈ હોય તેવું લાગી રહ્યું છે ગટરનું ગંદુ પાણી બેક આવતા સમગ્ર વિસ્તારમાં કાળા રંગનું પ્રદૂષિત પાણી જોવા મળી રહ્યું છે જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી છે.કનેક્ટ ગુજરાત દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં લોકોએ નગર સેવા સદનના સત્તાધીશો સામે આક્રોશ ઠાલવ્યો હતો

Latest Stories