ભરૂચ: RCC દ્વારા શેરી ગરબા સ્પર્ધાનું આયોજન,5 શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ

નવરાત્રીમાં લુપ્ત થતી શેરી ગરબાની પરંપરાને જાળવી રાખવા આરસીસી ભરૂચ દ્વારા શેરી ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

New Update

નવરાત્રીને આડે ગણતરીના દિવસો બાકી

RCC ભરૂચ દ્વારા આયોજન

શેરી ગરબા સ્પર્ધાનું આયોજન

5 શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ

શેરી ગરબાની પરંપરા મને જીવંત રાખવા પ્રયાસ

નવરાત્રીમાં લુપ્ત થતી શેરી ગરબાની પરંપરાને જાળવી રાખવા આરસીસી ભરૂચ દ્વારા શેરી ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

આરસીસી ભરૂચ દ્વારા લુપ્ત થતી શેરી ગરબાની પરંપરાને  જાળવી રાખવાના પ્રયાસરૂપે છેલ્લા 4 વર્ષથી શેરી ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ભરૂચની શ્રવણ વિદ્યાધામ શાળામાં શેરી ગરબા સ્પર્ધા યોજાય હતી જેમાં 16 વિદ્યાર્થીનીઓ ભાગ લીધો હતો.સ્પર્ધામાં નિર્ણાયક તરીકે RCCના સભ્ય  સ્મિતા સોની તથા ધ્રુમાલી દેસાઈએ સેવા આપી હતી. મુખ્ય નિર્ણાયક તરીકે ભરૂચનાં જાણીતા સંગીતજ્ઞ સુકેતુ ઠાકરે  સેવા આપી હતી. શેરી ગરબા હરીફાઈમાં આ વખતે ભરૂચ અને અંકલેશ્ર્વર ની 5 જેટલી શાળાના બાળકોએ ભાગ લીધો છે. નવરાત્રિના પ્રથમ દિવસથી ભરૂચની વિવિધ સોસાયટી તથા શેરીઓમાં નિર્ણાયક જઇને ગરબાની કૃતિઓનું મૂલ્યાંકન કરશે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ વિજેતાઓને ફરતું શિલ્ડ,રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે.

#Gujarat #CGNews #Garba #Navratri Festival #Sheri Garba
Here are a few more articles:
Read the Next Article