New Update
/connect-gujarat/media/media_files/2025/07/01/cyber-police-2025-07-01-17-32-32.jpg)
ભરૂચની મુક્તાનંદ સોસાયટીમાં રહેતા અને જીએનએફસીમાંથી સિનિયર ઓપરેટર તરીકે નિવૃત્ત થઈ નિવૃત્ત જીવન ગુજારનાર 68 વર્ષીય અંબાલાલ પરમારના પરિવારજનો ગઈ તારીખ ૧૭/૦૪/૨૦૨૫ ના રોજ પાદરા ખાતે લગ્નમાં ગયા હતા ત્યારે ફરિયાદી તથા તેના પત્ની શારદાબેન બંને ઘરે એકલા હતા.આ સમયે અજાણ્યા નંબર પરથી મહિલાને ફોન આવ્યો હતો અને ફરિયાદીને તેમના બેંક એકાઉન્ટમાંથી મની લોંન્ડરિંગની પ્રવૃત્તિ થઈ હોવાનું જણાવી હાઉસ એરેસ્ટ રહેવા જણાવ્યું હતું ત્યાર બાદ ED અને CBI સહિતની એજન્સીઓના નામે તેઓની આ ગુનામાં ધરપકડ થશે તો 20 વર્ષની સજા થશે સહિતની ધમકી આપવામાં આવી હતી.
ધરપકડથી બચવા આરોપીઓએ રૂપિયા 40 લાખની માંગણી કરતા ફરિયાદીએ આર.ટી.જી.એસ.મારફતે રૂ.40 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા જો કે બાદમાં તેઓને શંકા જતા તમને સૌ પ્રથમ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ સાયબર ક્રાઇમ પોલીસે પણ તપાસ કરતા ગુનો કરવામાં ઉપયોગ લીધેલ મોબાઈલ નંબર તથા બેનેફીશયરી બેન્ક એકાઉન્ટ આધારે તપાસ કરી તપાસ કરતા આ ગુનાના કામે ICICI બેંકના બેન્ક એકાઉન્ટ હોલ્ડર ચંદ્રશેખર શાંતિલાલ જયકિશન બાંગરની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીની પુછપરછ કરતા તે ઇન્દોર ખાતે રહે છે અને તે ઓર્ગેનિક અનાજ-કઠોળનો વેપાર કરે છે અને ધંધાના કામ માટે ઇન્દોર, મધ્ય પ્રદેશ ખાતે ICICI બેંકમાં કરંટ એકાઉન્ટ ધરાવે છે. પકડાયેલ આરોપીને સોશિયલ મીડિયાના માધ્યમથી નાદીર, રહે. કેરાલા નામના વ્યક્તિનો છેલ્લા ત્રણેક મહિના પહેલા સંપર્ક થયેલ હતો અને દરમ્યાન નાદીર નામના વ્યક્તિએ પકડાયેલ આરોપીને ગેમીંગ સટ્ટા તથા બે નંબરના પૈસાની હેરાફેરી માટે કરંટ એકાઉન્ટની જરૂર છે અને આ એકાઉન્ટ પેટે તે 3 ટકા જેટલું કમિશન આપશે તેમ જણાવી ફરીયાદી પાસેથી તેનું સીમકાર્ડ અને ઇન્ટરનેટ બેન્કિંગ યુઝર આઇડી/પાસવર્ડ મેળવ્યા હોવાનું બહાર આવ્યું છે.આરોપીને ધંધામાં ૨૦ થી ૨૫ લાખ દેણું થઇ જતા પોતાનું બેન્ક એકાઉન્ટ ઉપયોગ કરવા આપેલ હતુ અને કમિશન પેટે પોતાને 30 હજાર જેટલી રકમ મળી હોવાનો ખુલાસો થયો છે.