ભરૂચ :  બ્રહ્માકુમારી સંસ્થાનાના મુખ્ય પ્રકાશિકા માતા જગતબા માતેશ્વરીના સ્મૃતિ દિવસે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

ભરૂચના ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે બ્રહ્માકુમારી સંસ્થાનાના મુખ્ય પ્રકાશિકા  માતા જગતબા માતેશ્વરીના સ્મૃતિ દિવસે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

New Update
  • પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ઉજવણી

  • માતેશ્વરીના સ્મૃતિ દિવસની કરાઈ ઉજવણી

  • માતેશ્વરીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા 

  • કાર્યક્રમમાં 400થી વધુ ભાઈ બહેનો જોડાયા

  • આ પ્રસંગે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું

ભરૂચના ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે બ્રહ્માકુમારી સંસ્થાનાના મુખ્ય પ્રકાશિકા  માતા જગતબા માતેશ્વરીના સ્મૃતિ દિવસે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

ભરૂચ ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે 24 જૂને બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રકાશિકા માતા જગતબા માતેશ્વરીનો સ્મૃતિ દિવસ ઉજવવામાં આવ્યો હતો. બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા જૂન માસમાં આખો મહિનો સંસ્થાના મુખ્ય પ્રકાશિકા માતા જગતબા માતેશ્વરીના સ્મૃતિ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યોગ સાધના ભઠ્ઠી,વૃક્ષારોપણ,જળ બચાવો અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઝાડેશ્વર ખાતે આવેલ  અનુભૂતિ ધામ ખાતે માતા જગતબા માતેશ્વરીના સ્મૃતિ દિવસની ઉજવણી પ્રસંગે તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.જેમાં માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભાદીદીજીની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઝાડેશ્વર સબ ઝોનના સમર્પિત ભાઈ બહેનો તથા ઝાડેશ્વર સબ ઝોનના બ્રહ્માકુમારી સંસ્થાના અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા,અને માતેશ્વરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.