ભરૂચ : શ્રી ભાર્ગવ વિદ્યોતેજક ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન સમારોહ સહિત વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો...

શ્રી ભાર્ગવ વિદ્યોતેજક ફંડ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભાર્ગવ સમાજની વાડી ખાતે ભાર્ગવ સમાજનું સ્નેહમિલન તેમજ વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
a
Advertisment

શ્રી ભાર્ગવ વિદ્યોતેજક ફંડ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભાર્ગવ સમાજની વાડી ખાતે ભાર્ગવ સમાજનું સ્નેહમિલન તેમજ વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

ભરૂચ ભાર્ગવ સમાજ દ્વારા દર વર્ષે શ્રી ભાર્ગવ વિદ્યોતેજક ફંડ ટ્રસ્ટના નેજા હેઠળ સમાજના તેજસ્વી તારલાઓ તેમજ ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વ્યક્તિનું સમાજની ઉપસ્થિતિમાં સન્માન કરતું આવ્યું છે. જે અંતર્ગત જુના ભરૂચમાં દેસાઈ ફળિયા સ્થિત શ્રી ભાર્ગવ ગ્રહસ્થ પંચ ટ્રસ્ટ સંચાલિત ભાર્ગવ સમાજની વાડી ખાતે શ્રી ભાર્ગવ વિદ્યોતેજક ફંડ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન તેમજ તેજસ્વી તારલાઓનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

aa

જેમાં ઉપસ્થિત સમાજના શ્રેષ્ઠીઓના હસ્તે તેજસ્વી તારલાઓ તેમજ ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વ્યક્તિને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ ભાવિન શુક્લઅતીથી વિશેષ ભાવના શુકલાશ્રી ભાર્ગવ વિધ્યયોતેજક ફંડ ટ્રસ્ટના પ્રમુખ હેમંત દેસાઈરવિન્દ્ર હિંડિયાઅગ્રણી રાજુ ઓઝાસૂર્યબાલા દેસાઈ સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories