ભરૂચ શ્રી સંતન દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા મહંત બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ દેવ દરબાર કાંકરેજ અભદ્ર ભાષાના ઉચ્ચારણો મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ભરૂચ દ્વારા મહંત બળદેવનાથ ગુરુશ્રી વસંતનાથ દેવ દરબાર કાંકરેજે અભદ્ર ભાષાના ઉચ્ચારણો કરી સમગ્ર ગોસ્વામી સમાજની લાગણી દુભાવતા તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ભરૂચ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર.જેમાં જણાવવામાં આવ્યું છે કે મહંતશ્રી બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ કાંકરેજ દ્વારા બેફામ વાણી વિલાસ કરી આ ગોસ્વામી સમાજ શું કરી લેશે તેમજ સમગ્ર સમાજને ધમકી આપી હતી.
જેથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ તેમનો વાયરલ વિડીયો જોઈ ખૂબ જ આઘાત સાથે દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. આવી અભદ્ર અને અશોભનીય વાણી વિલાસ કરનાર બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ દેવદરબાર મઠ કાંકરેજના વિરુદ્ધમાં ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.જેમાં શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ભરૂચના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.