New Update
ભરૂચના વાલિયા ખાતે કરાયુ આયોજન
ઓક્ટોબર માસમાં યોજાશે ભાગવત સપ્તાહ
કથાકાર રમેશ ઓઝા કરાવશે રસપાન
આયોજન સંદર્ભે બેઠક યોજાય
સપ્તાહ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે
ભરૂચના વાલીયામાં યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ કથાના આયોજન સંદર્ભે શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે બેઠક મળી હતી
તારીખ-25-10-25થી 31-10-25 સુધી ગોહિલ ગ્રૂપ દ્વારા ભરૂચના વાલિયા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન સંદર્ભે ગ્રુપના જયદીપસિંહ ગોહિલ,નરપતસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે મિટિંગ મળી હતી.જેમાં કાર્યક્રમના આયોજનને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ કથામાં જાણીતા કથાકાર રમેશ ઓઝા અમૃતનય વાણીમાં કથાનું રસપાન કરાવશે.જ્યારે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કથાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.