New Update
ભરૂચમાં છઠ્ઠપર્વની કરાઈ ઉજવણી
નર્મદા પાર્કના ઓવારે કરાયું વિશેષ આયોજન
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પૂજામાં લીધો ભાગ
સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ કરાયું આયોજન
દિનકર સેવા સમિતિ દ્વારા કરાયું સુચારૂ આયોજન
ભરૂચના ઝાડેશ્વર ખાતે નિલકંઠેશ્વર મંદિર પાસેના નર્મદા પાર્ક ઓવારા પર દિનકર સેવા સમિતિના નેજા હેઠળ ઉત્તર ભારતીયોના પવિત્ર પર્વ છઠ્ઠ પુજાનું આયોજન કરવામાં આવ્યું છે.
દિનકર સેવા સમિતિ દ્વારા 29 વર્ષ ઉપરાંતથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે નર્મદા તટ ખાતે છઠ્ઠ પુજાની ઉજવણી કરવામાં આવે છે.અને છઠ્ઠવ્રતીઓએ નદીના જળમાં ઉભા રહીને આથમતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.વધુમાં છઠ્ઠ પૂજા નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.જેમાં ઉત્તરપ્રદેશના બલિયાની ભોજપુરી લોકગાયિકા સુનિતા પાઠક તેમજ તેમની ટીમે લોકગીતોની રમઝટ બોલાવી હતી.આ કાર્યમાં દિનકર સેવા સમિતિના ડો.જીતેન્દ્ર રાજપુત તેમજ મધુસિંહ તથા દિનકર સેવા સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.