New Update
/connect-gujarat/media/media_files/2024/11/01/7cFPZ4WS48Xu9b7mSZdR.png)
ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ શ્રવણ ચોકડી સ્થિત માંગલ્ય રેસીડેન્સીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા અને લેપટોપ મળી કુલ ૯.૮૫ લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ શ્રવણ ચોકડી સ્થિત માંગલ્ય રેસીડેન્સીમાં રહેતા દિગજોય દીગામ્બર જૈના ગત તારીખ-૨૫મી ઓક્ટોબરના રોજ પોતાના પરિવાર સાથે મકાનને તાળું મારી ગોવા ખાતે ફરવા ગયા હતા તે દરમિયાન બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો.અને સોના-ચાંદીના ઘરેણા તેમજ લેપટોપ મળી કુલ ૯.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.ચોરી અંગે ભરૂચ એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.