New Update
/connect-gujarat/media/media_files/2025/12/18/gogo-paper-2025-12-18-15-12-09.jpg)
સગીરો અને યુવાનોમાં ચરસ-ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત સામગ્રીના વેચાણ પર અંકુશ મેળવવા માટે ડીજીપીની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ દરમિયાન ભરૂચ એસઓજી પોલીસે શહેરમાં તપાસ હાથ ધરી બે અલગ-અલગ કેસ નોંઘી ગોગો સ્મોકિંગ કોન તેમજ રોલિંગ પેપર કબ્જે કર્યા છે.એક કેસમાં રૂ. 1,790 તથા બીજા કેસમાં રૂ. 1,360 કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Latest Stories