ભરૂચ: SOGએ કારતુસ અને રાયફલ સાથે 2 મિત્રોની ધરપકડ કરી આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો

બાતમી આધારે એસ.ઓ.જી. ટીમ દ્વારા તપાસ કરતા મુસ્તાક ઉર્ફે અફજલ ઉમરજી કોઠીવાલાના મકાનમાં અગ્નિશસ્ત્ર હથિયારમાં વપરાતા બારબોર રાઇફલના જીવતા 6 કારતુસ મળી આવ્યા

New Update
sog bharuch
Advertisment
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે જંબુસર રોડ ઉપર આવેલ પટેલ પાર્ક, મ.ન.૨૯માં રહેતા મુસ્તાક ઉર્ફે અફઝલ કોઠીવાલા પોતાના ઘરમાં ગેરકાયદેસરની હથિયાર તથા કારતુસ રાખેલ છે. જે બાતમી આધારે એસ.ઓ.જી. ટીમ દ્વારા તપાસ કરતા મુસ્તાક ઉર્ફે અફજલ ઉમરજી કોઠીવાલાના મકાનમાં અગ્નિશસ્ત્ર હથિયારમાં વપરાતા બારબોર રાઇફલના જીવતા 6 કારતુસ મળી આવ્યા હતા.
Advertisment
આ ઉપરાંત તેના મિત્ર અને જંબુસરના પઠાણી ભાગોળ વિસ્તારમાં રહેતા મન્સુર સલીમ પટેલના  ઘરે તપાસ કરતા 12 બોરની બંદૂક મળી આવી હતી.પોલીસે આ મામલે બન્ને આરોપીઓ સામે આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધી તેઓ પાસેથી કારતુસ અને રાયફલ મળી રૂ.25,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
Latest Stories