ભરૂચ: SOGએ 14 બાંગ્લાદેશી નાગરિકોની કરી અટકાયત, ડિપોર્ટ કરવાની કવાયત

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાબાદ ભરૂચ પોલીસ દ્વારા ભાગરૂપે સર્ચ ઓપરેશન હાથ ધરી 14 જેટલા બાંગ્લાદેશની નાગરિકોને ડિટેઇન કરી તેમને પરત તેમના દેશમાં મોકલવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

New Update
  • જમ્મુ કશ્મીર આતંકી હુમલા બાદ એલર્ટ

  • ભરૂચ પોલીસનું સર્ચ ઓપરેશન

  • 14 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત

  • બાંગ્લાદેશીઓને તેમના દેશમાં ડિપોર્ટ કરાશે

  • અન્ય વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાબાદ ભરૂચ પોલીસ દ્વારા ભાગરૂપે સર્ચ ઓપરેશન હાથ ધરી 14 જેટલા બાંગ્લાદેશની નાગરિકોને ડિટેઇન કરી તેમને પરત તેમના દેશમાં મોકલવાની કવાયત શરૂ કરવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનીઓને દેશ છોડવા માટે અલ્ટીમેટમ અપાયું છે ત્યારે ગુજરાતમાં પોલીસ દ્વારા હવે પાકિસ્તાનીઓ બાદ બાંગ્લાદેશી ઉપર પણ સ્ટ્રાઈક કરવામાં આવી છે સુરત અને અમદાવાદ પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓને ડિટેઇન કરાયા બાદ ભરૂચ પોલીસ દ્વારા પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 14 જેટલા બાંગ્લાદેશીઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા.
આ અંગે ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પી.આઈ.એ.એ.ચૌધરીએ જણાવ્યું હતું કે એસઓજીની ટીમે 14 જેટલા બાંગ્લાદેશી નાગરિકોને ડીટેઈન કર્યા છે.તેમનું વિગતવાર નિવેદન લેવામાં આવ્યું છે અને અમને કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યાં છે. હાલ આ તમામને ડીટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે અને બાદમાં તેમને તેમના દેશમાં પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ સમગ્ર જિલ્લામાં એસઓજી તથા દરેક પોલીસ સ્ટેશનની ટીમ તરફથી વ્યાપક પ્રમાણમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢી તેમને પોલીસ સ્ટેશને લવાયાં હતાં.
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.