ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથક વિસ્તારના ઇન્દોર ગામેથી ભરૂચ SOG પોલીસે એક રહેણાંક મકાનના વાડામાં ઉગાડેલ વનસ્પતિજન્ય ગાંજાનો છોડ સહિત રૂ. 1.87 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે.
ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને મળેલી સૂચનાના આધારે ભરૂચ SOG પીઆઇ એ.વી.પાણમીયાએ SOG પોલીસ ટીમને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં થતી વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધીને કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપી હતી આ દરમિયાન SOG પોલીસની ટીમને બાતમી મળી હતી કે, ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથક વિસ્તારના ઇન્દોર ગામના રહેણાંક મકાનના વાડામાં એક ઇસમે ગેરકાયદેસર વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું છે.
SOG પોલીસે બાતમીના આધારે સ્થળે જઇને રેઇડ કરતા સદર ઇસમ મનિશ ઠાકોર સ્થળ ઉપર હાજર મળી આવ્યા હતા. SOG પોલીસને રહેણાંક મકાનના વાડામાંથી શંકાસ્પદ વનસ્પતિજન્ય લીલા ગાંજાનો વાવેતર કરેલ છોડ મળી આવ્યો હતો. પોલીસે 3.749 કિલોગ્રામ શંકાસ્પદ વનસ્પતિજન્ય લીલો ગાંજો જેની અંદાજીત કિંમત રૂ. 1.87 લાખના મુદ્દામાલ સાથે સ્થળ પર હાજર મનિશ ઉર્ફે કાળીયો ગોવિંદભાઇ ઠાકોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.