ભરૂચ: સ્પા સંચાલક કૃણાલ પટેલનો વાગરા નજીકથી હાથ-પગ બાંધેલી હાલતમાં મળ્યો મૃતદેહ, ગળે ટુંપો આપી કરાય હત્યા !

ભરૂચના વાગરા તાલુકાના રહાડ-વછનાદ માર્ગ પરથી યુવાનનો હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો, પોલીસે તપાસ શરૂ કરી

New Update
  • ભરૂચના વાગરા નજીકનો બનાવ

  • યુવાનનો હાથ પગ બાંધેલી હાલતમાં મળ્યો મૃતદેહ

  • મૃતક ભરૂચનો સ્પા સંચાલક કૃણાલ પટેલ

  • ગળે ટુંપો આપી હત્યા કરવામાં આવી

  • વાગરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ભરૂચના વાગરા તાલુકાના રહાડ વછનાદ માર્ગ પરથી યુવાનનો હાથ પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.આ મૃતદેહ ભરૂચમાં સ્પા સંચાલક કૃણાલ પટેલનો હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના વાગરા તાલુકાના રહાડ-વછનાદ માર્ગ પરથી યુવાનનો હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
વાગરા નજીક રસ્તાની બાજુમાંથી શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળ્યાની જાણ પોલીસને થતાં વાગરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો મેળવી તેની ઓળખ પ્રક્રિયા શરૂ કરી હતી જેમાં મૃતક યુવાન ભરૂચમાં સ્પાના વ્યવસાય સાથે સંકળાયેલ અને ઝાડેશ્વર વિસ્તારમાં રહેતો કૃણાલ પટેલ હોવાનું બહાર આવ્યું હતું. કૃણાલ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હતો અને તેના ગુમ થવા અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.
પ્રાથમિક તપાસમાં યુવાનના હાથ પગ બાંધી દઈ ગળે ટુંપો આપી તેમની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. હત્યા કર્યા બાદ મૃતદેહને વાગરા નજીક લાવી ફેંકી દેવાયો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.વાગરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાનું કારણ, સંડોવાયેલા શખ્સો અને ઘટનાની સમગ્ર કડીઓ જોડવા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે.
Latest Stories