ભરૂચ: 31stની રાત્રીએ પોલીસની વિશેષ ડ્રાઇવ, નશાખોરોને ઝડપી પાડવા ચેકીંગ હાથ ધરાયુ

ભરૂચ પોલીસ દ્વારા મુખ્ય માર્ગો તેમજ જાહેર સ્થળોએ નાકાબંધી કરી બ્રેથ એનાલાઈઝરની મદદથી નશામાં વાહન ચલાવતા ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું....

New Update
  • ભરૂચ પોલીસની કાર્યવાહી

  • 31st ડિસેમ્બરની રાત્રીએ કાર્યવાહી

  • વિશેષ ચેકીંગ કરવામાં આવ્યું

  • બ્રેથ એનેલાઈઝરની લેવામાં આવી મદદ

  • નશાખોરો સામે કરવામાં આવી કાર્યવાહી

નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખી ભરૂચમાં પોલીસ દ્વારા વિશેષ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બ્રેથ એનેલાઇઝરની મદદથી વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકોનું ચેકિંગ કરાયું હતું.
31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને ભરૂચ પોલીસ દ્વારા શહેરમાં વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસની ટીમો તૈનાત કરી વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું.પોલીસ દ્વારા મુખ્ય માર્ગો તેમજ જાહેર સ્થળોએ નાકાબંધી કરી બ્રેથ એનાલાઈઝરની મદદથી નશામાં વાહન ચલાવતા ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસનું કહેવું છે કે 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જાહેર સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ રાખશે.
Latest Stories