ભરૂચ: સેવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો પ્રારંભ,અનેક યોજનાઓનો લાભ સ્થળ પર જ મળશે !

ભરૂચમાં સેવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ભરૂચ નગર સેવા સદન ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો

New Update

રાજ્ય સરકારનો સેવા સેતુ કાર્યક્રમ

સેવા સેતુના 10માં તબક્કાનો પ્રારંભ

ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પ્રારંભ

વિવિધ યોજનાઓનો લાભ સ્થળ પર જ મળશે

નગર સેવા સદન ખાતે યોજાયો કાર્યક્રમ

ભરૂચમાં સેવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ભરૂચ નગર સેવા સદન ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો
રાજ્ય સરકારના વહીવટમાં ઝડપ વધે તે માટે એવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ નગર સેવા સદન ખાતે વોર્ડ નં.1,2,3,4,9 અને વોર્ડ 10ના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.સેવાસેતુ કાર્યક્રમમાં હેઠળ પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને સ્થજળ પર જ આવકના દાખલા, રેશનકાર્ડ, આધારકાર્ડ, મા-વાત્સવલ્ય કાર્ડ, મા અમૃત્તમકાર્ડની અરજીઓનો સ્વીકાર,સીનીયર સીટીઝન પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.સેવાસેતુ કાર્યક્રમથી નાગરિકોની રજુઆતોનો ઘરઆંગણે અને ઝડપી ઉકેલ મળે છે.આ કાર્યક્રમમાં  જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા,નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ,વોર્ડના સભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ : કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ અંગે સમિક્ષા બેઠક યોજાઈ

ભરૂચ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિની સમિક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરના અધ્યક્ષસ્થાનથી

New Update
WhatsApp Image 2025-08-25

ભરૂચ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિની સમિક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેકટરના અધ્યક્ષસ્થાનથી વિવિધ એજન્ડાની ચર્ચા કરવામાં આવી હતી. 
ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની સંખ્યા અને તેનો વિસ્તાર, પ્રાકૃતિક કૃષિ પોર્ટલ આઈ - ખેડૂત પર એન્ટ્રી, જિલ્લામાં મોડલ ફાર્મની પરિસ્થિતિ અને તાલીમ, સોઈલ હેલ્થ કાર્ડની કેસ સ્ટડીથી આવેલા વિવિધ પરિવર્તનો, તેમજ પ્રાકૃતિક કૃષિના ઉત્પાદન અને વેચાણ વગેરે જેવા એજન્ડાઓ અંગે અધિકારી સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા