New Update
-
ભરૂચ નગર સેવા સદનને અપાયા વાહનો
-
રાજ્ય સરકાર દ્વારા વાહનો આપવામાં આવ્યા
-
રૂ.3 કરોડના ખર્ચે 7 વાહનો અપાયા
-
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ
-
માનવ રહિત વાહનોની અપાય ભેટ
રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગર સેવા સદનને રૂપિયા 3 કરોડથી વધુના ખર્ચે આપવામાં આવેલા સાત વાહનોનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો ભરૂચ નગરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગર સેવાસદનને 7 વાહનો આપવામાં આવ્યા છે.
ભરૂચમાં અંડર ગ્રાઉન્ડ ગટર લાઈનની ફેઝ-1ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તો ફેસ 2માં આ કામગીરી ચાલી રહી છે ત્યારે અંડર ગ્રાઉન્ડ ગટર લાઈન દરમિયાન ગટર ઉભરાવા અને ચોકઅપ થવા સહિતના બનાવો બને ત્યારે સાફ-સફાઈ અર્થે માનવ રહિત જેટિંગ મશીન સહિતના મશીનો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે.
રૂપીયા 3 કરોડથી વધુના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ 8 વાહનોનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત સ્થાનિક નગરસેવકો,કર્મચારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.અંડરગ્રાઉન્ડ ગટર લાઇનના ફેઝ વન અને ટુની કામગીરી પૂર્ણ થતા શહેરના 35,000 પરિવારોને આનો લાભ મળશે.
Latest Stories