ભરૂચ: મનરેગા કૌભાંડમાં અત્યારસુધીમાં 30 લોકોના નિવેદન લેવાયા, એજન્સીઓના બેંક એકાઉન્ટની પણ તપાસ

મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT)એ બે દિવસમાં ૩૦ જેટલા લોકોના નિવેદન નોંધ્યા છે. SIT દ્વારા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનોની તપાસ શરૂ કરાઇ છે

New Update
  • ભરૂચનું ચકચારી મનરેગા કૌભાંડ

  • સીટ દ્વારા તપાસનો ધમધમાટ

  • અત્યારસુધી 30 લોકોના નિવેદન લેવાયા

  • એજન્સીઓના બેંક એકાઉન્ટની તપાસ

  • ડોક્યુમેન્ટસનું કરાશે એનાલીસીસ

ભરૂચ જિલ્લામાં બહાર આવેલા ચકચારી મંડળીના કૌભાંડમાં પોલીસની વિશેષ તપાસ ટીમ દ્વારા  અત્યાર સુધીમાં 30 જેટલા લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે તો નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે
ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થયેલા કથિત કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ હવે તેજ બની છે. ભરૂચ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT)એ બે દિવસમાં ૩૦ જેટલા લોકોના નિવેદન નોંધ્યા છે.SIT દ્વારાશંકાસ્પદ ટ્રાન્ઝેક્શનોની તપાસ શરૂ કરાઇ છે કૌભાંડમાં સંડોવાયેલા કોન્ટ્રાકટર, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના બેંક એકાઉન્ટની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.
આ સાથે જ GST વિભાગ પાસેથી સંબંધિત તમામ સ્ટેટમેન્ટ પણ માંગવામાં આવ્યા છેતાલુકા વિકાસ અધિકારીઓને તેડું મોકલાયું છે.ત્રણ તાલુકાના વિકાસ અધિકારીઓને SIT સમક્ષ હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યા છે. SIT ફરિયાદમાં ઉલ્લેખ થયેલા તમામ સ્થળોની પણ મુલાકાત લીધી હતી અને પ્રાથમિક તબક્કે પંચકેસ કર્યા હતા.SIT આગળ પણ વધુ અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ કરવા જઈ રહી છે. સાથે જ ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ડોક્યુમેન્ટ્સનું એનાલિસિસ પણ કરવામાં આવશે.
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.