ભરૂચ: કમોસમી વરસાદમા રેલવે ગોદી વિસ્તારમાં પથરાયેલ મીઠું ધોવાયું, કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી !

કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોવા છતાં મીઠા પર તાડપત્રી ન પથરાતાં વરસાદમાં મીઠું પલળી ગયું હતું જેના કારણે વ્યાપક નુકસાનીનો સહન કરવાનો વારો આવ્યો

New Update
  • ભરૂચમાં કમોસમી વરસાદ

  • ખેતીના પાક સાથે મીઠા ઉદ્યોગને પણ નુકશાન

  • રેલવે ગોદીમાં પથરાયેલ મીઠું પણ ધોવાયું

  • કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી

  • મીઠાના અગરોમાં પણ નુકશાન

ભરૂચમાં વરસેલા કમાઉસની વરસાદના પગલે ખેતીના પાઠ સાથે મીઠા ઉદ્યોગને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે.ભરૂચના રેલવે ગોદી વિસ્તારમાં પાથરવામાં આવેલ મીઠું વરસાદમાં પલળી ગયું હતું ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારી પણ સામે આવી છે

ભરૂચમાં વરસેલા કમોસમી વરસાદે ખેતીના પાકને તો વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે ધરતીપુત્રો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ મીઠા ઉદ્યોગને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે ભરૂચના રેલવે ગોદી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં મીઠાને  એક્સપોર્ટ કરવામાં આવે છે. ભરૂચના દહેજ સહિતના દરિયા કિનારાના વિસ્તારોમાં પકવાતા મીઠાને ટ્રેન મારફતે લઈ જવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આ મીઠાને રેલવે ગોદી વિસ્તારમાં પાથરવામાં આવ્યું હતું.સરકાર દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોવા છતાં મીઠા પર તાડપત્રી ન પથરાતાં વરસાદમાં મીઠું પલળી ગયું હતું જેના કારણે વ્યાપક નુકસાનીનો સહન કરવાનો વારો આવ્યો છે.

આ અગાઉ પણ અનેકવાર આ રીતે જ રેલવે ગોદી વિસ્તારમાં મીઠું પલળી જવાની ઘટના બની હતી પરંતુ તકેદારી લેવામાં ન આવતા આ પ્રકારના દ્રશ્યો વારંવાર જોવા મળી રહ્યા છે. આ તરફ તાજેતરમાં આવેલા કમોસમી વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં 110 જેટલા મીઠાના અગર ધોવાઈ ગયા છે, જેના પરિણામે આશરે 20 લાખ ટનથી વધુ મીઠાનો પાક સંપૂર્ણ રીતે નાશ પામ્યો હોવાની ચિંતાજનક વિગતો બહાર આવી છે.

Latest Stories