ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની 3 વિદ્યાર્થીનીઓએ શ્રી નંજીભાઈ લાલભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી-ઉમરાખ (બારડોલી) ખાતે આયોજિત પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધામાં ભાગ લઈ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે.
સુરત જિલ્લાના બારડોલી તાલુકા ઉમરાખમાં આવેલી શ્રી નંજીભાઈ લાલભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા નેશનલ સેમિનારના ભાગરૂપે આયોજિત પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધામાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે. જેમાં પાંડે મમતા, મેમણ સાના અને દુતિયા રૂમાનાએ તેમની પ્રતિભા દર્શાવી હતી. જેના પરિણામે તેઓએ આ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન હાંસલ કર્યું છે. આ સ્પર્ધામાં ગુજરાતભરની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, ત્યારે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ હાંસલ કરેલ સફળતાનાને ધ્યાનમાં રાખી કોલેજના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ સહિત સમગ્ર સ્ટાફે ત્રણેય વિદ્યાર્થિનીઓને શુભેચ્છા પાઠવી છે.