ભરૂચ: નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સરકારી કચેરીઓની લીધી મુલાકાત

ભરૂચની નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી અને સરકારી કામગીરીથી માહિતગાર થયા હતા

New Update

ભરૂચમાં આવેલી છે નારાયણ વિદ્યાલય શાળા

શાળાના બાળકોએ સરકારી કચેરીની લીધી મુલાકાત

માહિતી કચેરીની પણ મુલાકાત લીધી

સરકારી કામગીરીથી માહિતગાર થયા

શાળા પરિવાર અને અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચની નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી અને સરકારી કામગીરીથી માહિતગાર થયા હતા
ભરૂચની નારાયણ વિદ્યાલય  શાળામાં  સપના કરો સાકાર  નામનો પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે.  જેને અનુલક્ષીને આજરોજ નારાયણ વિદ્યાલયના ધોરણ ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ  જિલ્લા માહિતિ કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બાગાયત વિભાગ અને કે.જે. ચોક્સી લાઈબ્રેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત થકી સરકારી કચેરીઓમાં થતી કામગીરીની વિસ્તૃત વિગતો તેમણે મેળવી હતી. આ મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓને માહિતી કચેરી દ્નારા કરવામાં આવતી કામગીરી વિશે માહિતી આપવામાં હતી.આ તબક્કે ગુજરાત સરકારનું મુખપૃષ્ઠ સમું પુસ્તક “ગુજરાત પાક્ષિક”, ગુજરાતની લોકકળાઓ અને સંસ્કૃતિ અને તેના જેવા અન્ય માહિતી ખાતા દ્નારા પ્રકાશિત  માહિતીસભર પુસ્તકોનું  વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
Latest Stories