ભરૂચ: રૂંગટા વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ શહેરના ઐતિહાસીક સ્થળોની લીધી મુલાકાત

ભરૂચની રુંગટા વિદ્યા ભવનના વિદ્યાર્થીઓએ ભરૂચના ઐતિહાસિક ધરોહરની મુલાકાત લીધી હતી 

New Update
  • ભરૂચની રૂંગટા વિદ્યાભવન દ્વારા આયોજન

  • હેરિટેજ વોકનું કરાયુ આયોજન

  • વિદ્યાર્થીઓએ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી

  • ભરૂચના ભવ્ય ઇતિહાસ અંગે મેળવી જાણકારી

  • શાળા પરિવાર પણ જોડાયો

ભરૂચની રુંગટા વિદ્યા ભવનના વિદ્યાર્થીઓએ ભરૂચના ઐતિહાસિક ધરોહરની મુલાકાત લીધી હતી 

સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રુંગટા વિદ્યા ભવનના વિદ્યાર્થીઓ ભરૂચ શહેરમાં આવેલ ઐતિહાસિક વારસા વિષે જાણતા થાય અને સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસની જાળવણી હેતુથી વિશેષ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.જે હેરીટેજ વોકમાં વિદ્યાર્થીઓએ અનેક મહત્વના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લીધી હતી જે ભરૂચની અનોખી ઓળખ ધરાવે છે.વિદ્યાર્થીઓએ પ્રવાસની શરૂઆત 164 વર્ષ જૂની રાયચંદ દીપચંદ લાઈબ્રેરીથી કરી વિવિધ સ્થળોએ ફરી ભરૂચના ઐતિહાસિક ધરોહરની મુલાકાત લીધી હતી અને ઈતિહાસ વિષે માહિતી મેળવી હતી.
Latest Stories