-
એમ કે લો કોલેજનો વિવાદ
-
કોલેજના વિદ્યાર્થીઓને ન મળી સનદ
-
છ મહિના બાદ પણ સનદથી વિદ્યાર્થીઓ વંચિત
-
કોલેજ પાસે જરૂરી માન્યતા ન હોવાથી સર્જાયો વિવાદ
-
વિદ્યાર્થીઓએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજમાંથી ગતવર્ષે એલ.એલ.બી.પાસ થનાર વિદ્યાર્થીઓને છ મહિના થવા છતા સનદ મળી નથી,જેના કારણે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે,અને આ અંગે તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.
ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજમાંથી ગતવર્ષે એલ.એલ.બી.પાસ થનાર વિદ્યાર્થીઓને છ મહિના થવા છતા સનદ ન મળતા વિદ્યાર્થીઓએ કોલેજ ખાતે દેખાવો યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભરુચ ની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજમાંથી વર્ષ 2024માં કાયદેસર રીતે ત્રણ વર્ષનો કાયદાનો કોર્ષ પૂર્ણ કર્યો છે,અને ગ્રેજ્યુએટ થઈને ડિગ્રી પ્રાપ્ત કરી છે.તેમજ કોલેજ તરફથી લેવામાં આવતી એક થી છ સેમેસ્ટરની ફી તથા સનદના એનરોલમેન્ટ માટે વેરિફિકેશન ફી સાથે રૂપિયા 27 હજાર 500 પણ ભર્યા હતા.પરંતુ વિદ્યાર્થીઓએ જ્યારે સનદનું ફોર્મ ભર્યું ત્યારબાદ થોડા મહિના પછી તેઓને જાણ થઈ કે જે કોલેજમાંથી LLB પૂર્ણ કર્યું છે,તે કોલેજની બાર કાઉન્સિલમાં માન્યતા નથી,જે કોલેજના સંચાલકો દ્વારા 2012 થી કોલેજના ઇન્સ્પેક્શન માટે ફી ભરેલ ન હોવાથી કોલેજની માન્યતા 2012થી પાછી લેવામાં આવી છે.
આ મુદ્દે કાયદાકીય લડાઈ લડવામાં સમય અને રૂપિયાનો પણ વિદ્યાર્થીઓ પાસે અભાવ છે,ત્યારે હવે વિદ્યાર્થીઓ આંદોલન અને આત્મ વિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે.