ભરૂચ : BAPS મંદિર ખાતે ગ્લોબલ એચ.એસ.ઈ. કાઉન્સિલ દ્વારા રાજ્ય સ્તરની સફળ સેફટી કોન્ફરન્સ યોજાઇ

ભરૂચમાં રવિવારે ગ્લોબલ એચ.એસ.ઈ. કાઉન્સિલ દ્વારા બાપ્સ મંદિર ખાતે રાજ્ય સ્તરીય સલામતી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • બાપ્સ મંદિર ખાતે સેફટી કોન્ફરન્સ યોજાઈ

  • ગ્લોબલ એચ.એસ.ઈ.કાઉન્સિલ દ્વારા કરાયું આયોજન

  • સુરક્ષા,સ્વાસ્થ્ય અને પર્યાવરણીય સંરક્ષણના પર મુકાયો ભાર

  • સુરક્ષા અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ વચ્ચે થયો સુરક્ષા સંવાદ

  • મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં રવિવારે ગ્લોબલ એચ.એસ.ઈ. કાઉન્સિલ દ્વારા બાપ્સ મંદિર ખાતે રાજ્ય સ્તરીય સલામતી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરના 900 કરતા વધુ સલામતી અધિકારીઓએ ભાગ લીધો અને સલામતી સંવાદ યોજ્યો હતો.

ભરૂચમાં બાપ્સ મંદિર ખાતે ગ્લોબલ એચ.એસ.ઈ. કાઉન્સિલ દ્વારા રાજ્ય સ્તરીય સલામતી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્યના ઉદ્યોગોમાં સલામતીને વધુ અસરકારક અને દોષરહિત બનાવવા માટેના પગલાં અને તેના પર સંવાદ અને ચર્ચા કરવામાં આવી હતી. ગ્લોબલ એચ.એસ.ઈ. કાઉન્સિલે 2019 પછી પ્રથમ રાજ્ય સ્તરીય સલામતી પરિષદનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતુંજેમાં વિવિધ ઉદ્યોગોના સલામતી અધિકારીઓને સલામતી અને ટકાઉ વિકાસ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.

કોન્ફરન્સમાં ગ્લોબલ એચ.એસ.ઈ. કાઉન્સિલના ચેરમેન એલ.કે.ડુંગરાણી એ સ્વાગત પ્રવચન કરતા કાઉન્સિલના હેતુ દ્રષ્ટિકોણ અને મિશન વિશે માહિતી આપી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ આઇપીએસનાં સેક્રેટરી મનસુખ વેકરીયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ઉદ્યોગોમાં સલામતી અધિકારીઓની એકતા દ્વારા સલામતી-કેન્દ્રિત ચર્ચાઓ અને કાર્ય જરૂરી છે. આ એકતા દ્વારાઆપણે ઘટનાઓ ઘટાડવા માટે સલામતી અધિકારીઓના જ્ઞાનમાં વધારો કરી શકીએ છીએ.

જ્યારે નિવૃત્ત રાજ્ય નિયામક બી.એન.મહેતાએ તેમના વક્તવ્યમાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત ઉપસ્થિત તજજ્ઞનો દ્વારા પોતાના અનુભવ જણાવીને તેમજ સુરક્ષા સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર: હાંસોટ પંથકમાં નવા વર્ષે કમોસમી વરસાદ, ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ !

ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.

New Update
Screenshot_2025-10-22-15-57-15-21_92460851df6f172a4592fca41cc2d2e6
ભરૂચના હાંસોટ તાલુકાના જુના ઓભા સહિતના અનેક ગામોમાં બુધવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે.અચાનક પડેલા આ વરસાદથી રસ્તાઓ પર સૂકવવા મુકાયેલ ડાંગર પલળી જવાથી ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી.
Advertisment
1/38

ખેડૂતોએ રસ્તા પર સુકવેલ ડાંગર પલળી ગયુ 

પાછલા દિવસોના વરસાદના કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સૂકવવા માટે મૂકી દીધું હતું પરંતુ અચાનક પડેલા વરસાદથી તે ડાંગર ભીનું થઈ ગયું, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વરસાદ શરૂ થતાં જ ખેડૂતો પોતાના પાકને બચાવવા દોડધામમાં લાગી ગયા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે પાછોતરા વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ લાગતું હતું, પરંતુ અચાનક પડેલા આ કમોસમી વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું છે.