New Update
/connect-gujarat/media/media_files/ZS1Ue4WSxn6EPIu5FgIP.jpg)
ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામમાં છેલ્લા ૨૪ કલાકથી એક હડકાયા શ્વાનનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે.
રાજપારડી નગરના ચાર રસ્તા મસ્જિદ વિસ્તારમાં એક હડકાયુ શ્વાન લોકોને ભયભીત કરી રહ્યું છે, આ હડકાયા શ્વાને છેલ્લા ૨૪ કલાકમાં આઠ પુરુષો ત્રણ મહિલાઓ અને બે નાની બાળકીઓને મળી કુલ ૧૩ જેટલા લોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કર્યા છે.આ ઉપરાંત હડકાયા શ્વાને કેટલાક અન્ય જાનવરોને પણ બચકા ભર્યા હોવાની માહિતી મળી રહી છે. ૧૩ જેટલા લોકોએ અવિધા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર તેમજ જરૂરી રસી લીધી છે.
Latest Stories