ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે થેલેસેમિયા જનજાગૃતિ શિબિર યોજાય, ડો. પૂજા તાપીયાવાલાએ આપ્યું વિસ્તૃત માર્ગદર્શન...

ભરૂચ ભોલાવ વિસ્તારમાં આવેલી અને વાલીઓમાં લોકપ્રિય એવી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃતિઓ થકી છાત્રોમાં રહેલી ગર્ભિત શક્તિઓને બહાર લાવવા માટે સતત પ્રયાસશીલ રહેતી હોય છે, 

New Update
a
Advertisment

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે NSS યુનિટ દ્વારા 7 દિવસીય વિશેષ શિબિર અંતર્ગત ભરૂચની એપેક્ષ હોસ્પિટલના તબીબ ડો. પૂજા તાપીયાવાલાએ થેલેસેમિયા રોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

Advertisment

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી અને વાલીઓમાં લોકપ્રિય એવી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃતિઓ થકી છાત્રોમાં રહેલી ગર્ભિત શક્તિઓને બહાર લાવવા માટે સતત પ્રયાસશીલ રહેતી હોય છેત્યારે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે NSS યુનિટ દ્વારા 7 દિવસીય વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. 3 જાન્યુઆરી-2025ના રોજ એક્સપર્ટ ટોકનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની એપેક્ષ હોસ્પિટલના તબીબ ડો. પૂજા તાપીયાવાલાએ થેલેસેમિયા રોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. થેલેસીમિયા એક આનુવંશિક રક્ત વિકાર રોગ છે.

જેમાં શરીરમાં લાલ રક્ત કણ અને હિમોગ્લોબિન સામાન્યથી પણ ઓછું થઇ જાય છે. આખા શરીરમાં ઓકસીજનનું પરિવહન માટે હિમોગ્લોબિન નામના પ્રોટીન જરૂરી હોય છે. જો તે શરીરમાં ન બને તો અથવા સામાન્યથી પણ પ્રમાણ ઓછું થઇ જાય તો બાળકને થેલેસીમિયા રોગ થવાની સંભાવના રહે છેત્યારે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે આયોજિત જનજાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજ પરિવાર સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories