ભરૂચ : બંબુસર ગામે હજરત અબ્દુલ રેહમાન શાહ બાવા-આલમ શાહ બાવાની દરગાહ ખાતે 29માં સંદલ શરીફની શાનદાર ઉજવણી કરાય...

ભરૂચ તાલુકાના બંબુસર ખાતે હજરત અબ્દુલ રેહમાન શાહ બાવા અને આલમ શાહ બાવાની દરગાહ ખાતે 29મા સંદલ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • બંબુસરમાં સંદલ શરીફની શાનદાર ઉજવણી કરાય

  • 29મા સંદલ શરીફની ઉજવણીમાં જનમેદની ઉમટી

  • મુસ્લિમ બિરાદરો દ્વારા દુઆઓ ગુજારવામાં આવી

  • સંદલ શરીફ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

  • દરગાહ કમિટીના સભ્યો અને ગ્રામજનોની ઉપસ્થિતી

Advertisment

ભરૂચ તાલુકાના બંબુસર ખાતે હજરત અબ્દુલ રેહમાન શાહ બાવા અને આલમ શાહ બાવાની દરગાહ ખાતે 29મા સંદલ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ તાલુકાના બંબુસર ગામ ખાતે આવેલી સુપ્રસિદ્ધ હજરત અબ્દુલ રેહમાન શાહ બાવા અને આલમ શાહ બાવાની દરગાહ ઉપર શ્રધ્ધાળુઓની હાજરી વચ્ચે પરંપરાગત રીતે સંદલ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સૈયદ જહીર બાપુ અને સૈયદ ઈમરાન બાપુ તેમજ બંબુસરના ઇમામ સાહેબ અને મૌલાનાની હાજરીમાં સંદલ શરીફની ઉજવણી કરાય હતી. સંદલ શરીફની વિધિ બાદ સલાતુ સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજરત અબ્દુલ રેહમાન શાહ બાવા તેમજ હજરત આલમ શાહ બાવાની મજાર પર અનુયાયીયોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી. સમગ્ર સંદલ વિધિમાં દરગાહ કમિટીના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories