ભરૂચ: દૂધધારા ડેરીની વાર્ષિક સાધારણ સભા તોફાની બની,વહીવટકર્તાઓ સામે ભારે હોબાળો

ભરૂચ દૂધધારા ડેરીની ગુરૂવારે મળેલી 65મી વાર્ષિક સાધારણ સભા છેલ્લા કેટલાક સમયથી ચાલતા આંતરિક રાજકારણને લઈ ઉગ્ર બની રહી હતી.

New Update

ભરૂચની દુધધારા ડેરીની વાર્ષિક સાધારણ સભા મળી

સાધારણ સભા તોફાની બની

વહીવટકર્તાઓ સામે બળાપો

છેલ્લા ઘણા સમયથી દુધધારા ડેરી સપડાય છે વિવાદોમાં

સભાસદોમાં અસંતોષ જોવા મળ્યો

ભરૂચ દૂધધારા ડેરીની ગુરૂવારે મળેલી 65મી વાર્ષિક સાધારણ સભા છેલ્લા કેટલાક સમયથી ચાલતા આંતરિક રાજકારણને લઈ ઉગ્ર બની રહી હતી.
ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન દૂધધારા ડેરીની 65મી વાર્ષિક સાધારણ સભા ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં મળી હતી.દૂધધારા ડેરીમાં છેલ્લા કેટલાક સમયથી વર્ષે 1000 કરોડનું ટર્ન ઓવર સર કરવા આગળ વધી રહેલી સંસ્થામાં ભાજપના જ નેતાઓના મલાઈદાર રસને લઈ રાજકારણ ઉથલપાથલ મચાવી રહ્યું છે. 
લોકસભાની ચૂંટણી પેહલા જ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ સામે તેમની નારાજગી વખતો વખત જાહેરમાં વ્યક્ત કરી હતી. સામાન્ય સભામાં ચેરમેન ઘનશ્યામ પટેલ, એમ.ડી., ડિરેક્ટરો, અન્ય સહકારી આગેવાનો, સભાસદો મોટી સંખ્યામાં જોડાયા હતા. જોકે સભાના ચેરમેનને લઈને જ પહેલો હોબાળો મચ્યો હતો. સભામાં નર્મદા ભાજપ પ્રમુખ અને ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ વિરોધી ભાજપના જ એવા ગ્રુપે એક બાદ એક આરોપ લગાવી વિવાદો ઉભા કર્યા હતા. અને સભામાં ગરમાં ગરમી સાથે હંગામો પણ મચાવી દીધો હતો. પોલીસ બંદોબસ્ત પહેલાથી જ મેળવાયો હોય સભા તોફાની બનતા રહી ગઈ હતી.સભામાં કેટલાક સભાસદોએ ગત વર્ષે  રૂપિયા 625 કરોડનાં ટર્નઓવર સામે સભાસદોને 16 કરોડ રૂપિયાનું ચુકવણું કરવામાં આવ્યું હોવાની ફરિયાદો કરી હતી. જ્યારે આ વર્ષે રૂપિયા 995 કરોડના ટર્નઓવર સામે 21 કરોડની ફાળવણી સામે અસંતોષ સાથે ઉગ્ર બળાપો ઠાલવ્યો હતો.ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી આવતા વર્ષે આવી રહી છે,ત્યારે એક વર્ષ પેહલા જ સંસ્થામાં રાજકારણ બરાબરનું ગરમાયુ છે.
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.