ભરૂચ : સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યા ભવનનો વાર્ષિક રમતોત્સવ યોજાયો...

રમતગમત સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કર્યા

New Update
Rungata Vidhyabhavan Annual Sports Event

ભરૂચ શહેરની રૂંગટા વિદ્યા ભવન ખાતે વાર્ષિક રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 

ભરૂચ શહેરની રૂંગટા વિદ્યા ભવન ખાતે વાર્ષિક રમતોત્સવ કાર્યક્રમની શરૂઆત મશાલ પ્રગટાવી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ મનમોહક ડબલસ ડ્રીલ અને માર્ચ પાસ્ટ રજૂ કર્યા હતા. વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.

તેમણે પોતાના પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કેરમત-ગમત માત્ર શારીરિક વિકાસ જ નહીં. પરંતુ સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ માટે આવશ્યક છે. શાળાના વિદ્યાર્થીઓએ રમત-ગમત ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓની માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.