ભરૂચ: જૈન એલર્ટ ગૃપ દ્વારા ST બસના ડ્રાયવર- કંડકટરનું કરાયુ સન્માન !

સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત જૈન એલર્ટ ગ્રુપ દ્વારા વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે એસટી બસના ડ્રાઇવર અને કંડકટર સહિત કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું

New Update

સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત જૈન એલર્ટ ગ્રુપ

Advertisment

ગ્રુપ દ્વારા ભોલાવ બસ ડેપો પર યોજાયો કાર્યક્રમ

ST બસના ડ્રાયવર કંડકટરનું કરાયુ સન્માન

કર્મચારીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

ગ્રુપના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

ભરૂચના જૈન એલર્ટ ગ્રુપ દ્વારા એસટી બસના ડ્રાઇવર અને કંડક્ટરોનું બહુમાન કરવામાં આવ્યું હતું. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત જૈન એલર્ટ ગ્રુપ દ્વારા વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ એસ.ટી.બસ ડેપો ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં એસટી બસના ડ્રાઇવર અને કંડકટર સહિત કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
એસટી બસના ડ્રાઇવર અને કંડકટર મુસાફરોને સલામત રીતે તેઓના ગંતવ્ય સ્થળે પહોંચાડે છે ત્યારે તેઓનું સન્માન કરી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જૈન એલર્ટ ગ્રુપ દ્વારા રત્નસુરીશ્વર મહારાજ સાહેબના પુસ્તકો તેમજ પ્રમાણપત્ર આપી એસ.ટી.ના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા.જૈન એલર્ટ ગ્રુપના જીગ્નેશ શાહ તેમજ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories