ભરૂચ : વર્ષ 2025’ની અંતિમ ‘રાષ્ટ્રીય લોક અદાલત’ યોજાય, 15 હજારથી વધુ કેસ સમાધાન માટે મુકાયા...

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજના અધ્યક્ષ સ્થાને જિલ્લા અદાલત તેમજ તાલુકાની કોર્ટમાં વર્ષ 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • લોક અદાલતના માધ્યમથી લોકોના કેસમાં ઝડપી નિરાકરણ

  • વર્ષ 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થયું

  • જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન રહ્યા ખાસ ઉપસ્થિત

  • સમાધાન લાયક 15 હજારથી વધુ ફોજદારી કેસને રજૂ કરાયા

  • લોક અદાલતમાં અરજદારોના કેસનું સુખદ નિરાકરણ લવાયું 

ભરૂચ જિલ્લાની જનતા માટે લોક અદાલતના માધ્યમથી પોતાના કેસમાં ઝડપી નિરાકરણ લાવવાની સુવર્ણ તક સમી આયોજિત લોક અદાલતનો મહત્તમ પક્ષકારો લાભ લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

આ લોક અદાલતમાં નાગરીકો લગ્નવિષયક કેસચેક બાઉન્સના કેસોસિવિલ દાવાજમીન સંપાદનમોટર અકસ્માતમાં વળતરના કેસકામદાર તથા માલિકને લગતી તકરારવીજળી સંબંધિત કેસ સહિત માત્ર દંડ પાત્ર સમાધાન લાયક ફોજદારી કેસો મળી કુલ 15  હજારથી વધુ કેસ સમાધાન માટે રજૂ કરવામાં આવ્યા હતાત્યારે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજના અધ્યક્ષ સ્થાને યોજાયેલી લોક અદાલતમાં અરજદારોના કેસમાં સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

Latest Stories