/connect-gujarat/media/media_files/2025/10/20/incs-2025-10-20-15-11-27.png)
ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલથી ભૃગુરુષી બ્રિજ સુધીના આઇકોનીક રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ આઇકોનીક રોડ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ”સ્થાનિક નાગરિકોમાં પણ નવા રસ્તાના લોકાર્પણને લઈ આનંદની લાગણી જોવા મળી રહી છે.
ભરૂચ શહેરના સૌંદર્યમાં વધારો લાવતાં શક્તિનાથ સર્કલથી ભૃગુરુષી બ્રિજ સુધીના આઇકોનીક રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ માર્ગ જનતા માટે સમર્પિત કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ માર્ગની જવાબદારી ભરૂચ નગરપાલિકાને સોંપવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા માર્ગનું નવનીકરણ કરી તેમાં આકર્ષક સ્ટ્રીટ લાઈટ્સ, આધુનિક ડિઝાઇન તથા સુવ્યવસ્થિત ડ્રેનેજ સિસ્ટમ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેથી આ વિસ્તાર શહેરનો નવી ઓળખ બની રહ્યો છે. લોકાર્પણ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, સ્થાનિક નગર સેવકો તથા વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “ભરૂચ શહેરને આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે વિકસાવવાનું અમારું લક્ષ્ય છે, અને આ આઇકોનીક રોડ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ”સ્થાનિક નાગરિકોમાં પણ નવા રસ્તાના લોકાર્પણને લઈ આનંદની લાગણી જોવા મળી રહી છે. સાંજના સમયે લાઇટિંગ સાથેનો આ માર્ગ હવે ભરૂચનું નવું આકર્ષણ બન્યો છે.