ભરૂચ: બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓની હડતાલ મુદ્દો કલેકટર પાસે પહોંચ્યો, માંગ ન સંતોષાય તો કંપનીને તાળાબંધીની ચીમકી

ભરૂચની ઝઘડિયામાં આવેલ બિસ્કીટ બનાવતી જાણીતી બ્રિટાનિયા કંપનીના કામદારો પગાર વધારા સહિતની માંગને લઈ હડતાલ પર ઉતારવાના મામલામાં આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી

author-image
By Connect Gujarat Desk
New Update
  • ભરૂચના ઝઘડિયામાં આવેલી છે કંપની

  • બિસ્કિટ બનાવતી જાણીતી બ્રિટાનિયા કંપની વિવાદમાં

  • 10 દિવસથી કામદારો ઉતર્યા છે હડતાલ પર

  • પગાર વધારા સહિતની કરાય છે માંગ

  • આજે કલેકટરને કરાય રજુઆત

ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ બિસ્કીટ બનાવતી જાણીતી બ્રિટાનિયા કંપનીના કામદારો પગાર વધારા સહિતની માંગને લઈ હડતાલ પર ઉતારવાના મામલામાં આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચના ઝઘડિયા ઐદ્યોગિક વસાહતમાં આવેલ બિસ્કિટ બનાવતી જાણીતી બ્રિટાનિયા કંપનીના 311 કર્મચારીઓએ પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈ 10 દિવસથી હડતાલનું શાસ્ત્ર ઉગામ્યું છે ત્યારે કામદારોની વાહરે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના  આગેવાનો આવ્યા હતા.જેઓએ કંપની મેનેજમેન્ટ સાથે બેઠક કરી હતી અને મંગળવાર સુધીમાં કામદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવા ખાતરી કંપની દ્વારા આપવામાં આવી હતી.
જોકે મંગળવાર બાદ પણ કામદારોના પ્રશ્નનું નિરાકરણ ન આવતા આજરોજ આગેવાનો દ્વારા ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કામદારોની પગાર વધારા સહિતની જે માંગ છે તે સંતોષવામાં આવે અને જો માંગ ન સંતોષાય તો કંપનીને તાળાબંધીની ચીમકી  ઉચ્ચારવામાં આવી છે.
Latest Stories