ભરૂચ: APMC માર્કેટમાં ગંદકીએ માઝા મુકતા કિસાન વિકાસ સંઘે ઉચ્ચારી આંદોલનની ચીમકી !

ભરૂચ એપીએમસી માર્કેટમાં ગંદકીના કારણે વેપારીઓ અને ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સાફ સફાઈની માંગ સાથે કિસાન વિકાસ સંઘે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

New Update

ભરૂચ એપીએમસી માર્કેટમાં ગંદકીના કારણે વેપારીઓ અને ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સાફ સફાઈની માંગ સાથે કિસાન વિકાસ સંઘે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

ભરૂચના મહંમદપુરા  રોડ પર આવેલ એ.પી.એમ.સી. શાકભાજી માર્કેટની કિસાન વિમાસ સંઘના સભ્યો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી ત્યારે શાકભાજી માર્કેટના ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા.આ શાકભાજી માર્કેટમાં  400થી વધુ વેપારીઓની દુકાનો આવેલી છે જ્યાંથી હજારો કિલો  કચરો નીકળે છે આ કચરાનો નિકાલ કરવાની જવાબદારી ભરૂચ  એપીએમસીની  અને ભરૂચ નગરપાલિકાની છે પરંતુ આ બંને સંસ્થાઓ આ કચરાનો નિકાલ ન કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.હાલમાં ચોમાસાની સીઝનમાં કચરો કોહવાઈ જવાના કારણે ભારે દુર્ગંધ પણ આવે છે ત્યારે  શાકભાજી માર્કેટમાં આવેલ ધન કચરાનો નિકાલ 10 દિવસમાં નહીં કરવામાં આવે તો કિસાન વિકાસ સંઘ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરવામાં આવી છે.
#Gujarat #CGNews #DirtyArea #APMC #Rashtriya Kisan Vikas Sangh #dirty #apmc market
Here are a few more articles:
Read the Next Article