ભરૂચ: જિલ્લા તેમજ તાલુકા ન્યાયાલય ખાતે વર્ષની અંતિમ લોક અદાલત યોજાઈ

પેન્ડિંગ 11 હજાર કેસ ઉપરાંત બેંક, વીજ કંપની વિગેરેના 12 હજાર તેમજ ટ્રાફિક નિયમોના ભંગના ઈ-મેમોના 3 હજારથી વધુ મળી કુલ 26 હજારથી વધુ કેસ નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા

New Update
  • જિલ્લાની ન્યાયાલયોમાં લોક અદાલત યોજાઈ

  • વર્ષની અંતિમ લોક અદાલતનું કરાયું આયોજન

  • પેન્ડિંગ સહિત વિવિધ કેસોના નિકાલનો કરાયો પ્રયત્ન

  • 26 હજારથી વધુ કેસ મુકવામાં આવ્યા

  • બંને પક્ષકારોના હિતમાં લેવામાં આવે છે નિર્ણય

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તાલુકા ન્યાયાલય  ખાતે વર્ષ 2024ની અંતિમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેન્ડિંગ 11 હજાર કેસ ઉપરાંત બેંકવીજ કંપની વિગેરેના 12 હજાર તેમજ ટ્રાફિક નિયમોના ભંગના ઈ-મેમોના 3 હજારથી વધુ મળી કુલ 26 હજારથી વધુ કેસ નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા.રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ કેસનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં સમાધાનથી નિકાલ થતો હોવાનું  જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.બી.તિવારીએ  જણાવ્યું હતું.

વર્ષ દરમિયાન લોક અદાલતના માધ્યમથી 40 હજારથી વધુ કેસનો નિકાલ કરવામાં આવતા અદાલતો પરના ભારણમાં પણ ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું.આ લોક અદાલતમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ,વિવિધ અદાલતોના ન્યાયધીશો,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.બી.તિવારી સહિત વકીલ મિત્રો ,કોર્ટ સ્ટાફ,પદાધિકારીઓ અને પક્ષકારો  ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories