આમોદ નગરની સેવા-સુખાકારી માટે વપરાતા લાખો રૂપિયાના સાધનો ભંગાર હાલતમાં

ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં નગરપાલિકા દ્વારા લોકોની સેવા અને સુખાકારી માટે વપરાતા 90 ટકા સાધનો ધૂળ અને કાટ ખાતા જોવા મળ્યા છે.

New Update
amoddd

ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં નગરપાલિકા દ્વારા લોકોની સેવા અને સુખાકારી માટે વપરાતા 90 ટકા સાધનો ધૂળ અને કાટ ખાતા જોવા મળ્યા છે. ઉપરાંત પાલિકા પ્રમુખની ગાડી પણ છેલ્લા 1 વર્ષથી ગેરેજના ખુલ્લાં મેદાનોમાં ધૂળ ખાતી નજરે પડી છે. 

ભરૂચ જિલ્લાના આમોદ નગરની સેવા-સુખાકારી માટે વપરાતા પાલિકાના લાખો રૂપિયાના સાધનો ભંગાર હાલતમાં આવી જતાં નગરજનોમાં રોષ જોવા મળ્યો છે. આમોદ નગરપાલિકાનું પાણીનું ટેન્કર જે 1300 રૂપિયાની રકમના અભાવે છેલ્લા 2 મહિનાથી ટાયર પંચરની દુકાનેથી કોઈ લેવા નથી જઈ રહ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. રાજકોટ ખાતે આટલો મોટો અગ્નિકાંડ બન્યા બાદ પણ આમોદ નગરપાલિકાનું ફાયર ફાઈટર આજદિન સુધી રીપેર કરવામાં આવ્યું નથી.

નગરપાલિકાના બધા જ ગટર સાફ કરવાના જેટિંગ મશીનો ધૂળ અને કાટ ખાતા હોવાનો નગરજનોએ દાવો કર્યો છે. આમોદ નગરપાલિકા હદ વિસ્તારમાં હાલમાં કોઈપણ આગ લાગવાની ઘટના બને તો જંબુસરવાગરા કે ભરૂચથી ફાયર ફાઈટર બોલાવવા પડે છેજ્યારે ગટર સાફ કરવાનું મશીન જંબુસર નગરપાલિકામાંથી મંગાવવામાં આવે છે. તો શું આમોદ નગરપાલિકાના સ્વચ્છતા અભિયાનના સાધનો ક્યાં પડ્યા છે..કઈ હાલતમાં પડ્યા છે..કેટલા સમયથી પડ્યા છે..તે અંગેઆમોદ નગરપાલિકા પ્રમુખ કેચીફ ઓફિસરને ખબર છે કે કેમ તે અંગે પણ લોકોમાં તરેહ તરેહના સવાલ ઉઠી રહ્યા છે.

Latest Stories