ભરૂચ: પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસને જોડતા માર્ગનું નવનિર્માણ કરાશે, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત

ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયતમાં આવેલ પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસને જોડતા RCC માર્ગનું નવનિર્માણ કરવામાં આવશે જેનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચમાં વિકાસના કાર્યોનો ધમધમાટ

  • આર.સી.સી.માર્ગનું કરાશે નિર્માણ

  • રૂ.1 કરોડનો કરવામાં આવશે ખર્ચ

  • પુષ્પધન સોસા.નજીકનો માર્ગ નિર્માણ પામશે

  • ધારસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત

ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયતમાં આવેલ પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસને જોડતા RCC માર્ગનું નવનિર્માણ કરવામાં આવશે જેનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
ભરૂચ શહેરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચના ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલ ઉમરાજ ગામની પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસને જોડતા માર્ગનું સ્વર્ણિમ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત ₹1.5 કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવશે. માર્ગની આ કામગીરીનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, અનિલ રાણા, સ્થાનિક આગેવાનો તેમજ સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચની શ્રવણ ચોકડી નજીક નિર્માણ પામી રહેલ ફ્લાયઓવર બ્રિજના પગલે સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિના કારણે મોટી સંખ્યામાં વાહન ચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે ત્યારે માર્ગનું નવનિર્માણ થતાં વાહન ચાલકો તેમજ સોસાયટીના સભ્યોને રાહત થશે.
Read the Next Article

ભરૂચ: મલયાલી વેલફેર એસો.દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, રક્તદાતાઓએ લીધો ઉત્સાહભેર ભાગ

ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન

  • મલયાલી વેલફેર એસો.દ્વારા આયોજન

  • રક્તદાન શિબિર યોજાય

  • રજતદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

  • યુનિટી બ્લડ બેંકનો સહયોગ સાંપડ્યો

ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
ભરૂચ મલયાલી વેલ્ફેર એસોસિએશન તથા યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે જી.એન.એફ.સી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન શિબિરનો ઉદ્દેશ જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા દર્દીઓને કટોકટીના સમયે સમયસર રક્ત ઉપલબ્ધ કરાવી શકાય તેવો હતો.શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું.આ શિબિરની સફળતામાં મલયાલી વેલ્ફેર એસોસિએશનના સભ્યો તથા યુનિટી બ્લડ સેન્ટરના તબીબી સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. કાર્યક્રમ અંતે સંસ્થાઓ તરફથી રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી તેમનો વ્યક્ત આવ્યો હતો.