ભરૂચ:નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકો માટેના બે દિવાસીય જ્ઞાનસત્રનો પ્રારંભ !

ભરૂચની નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકો માટેના જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 85થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો

New Update

ભરૂચમાં આવેલી છે નારાયણ વિદ્યાલય શાળા

શાળામાં જ્ઞાનસત્રનું કરાયુ આયોજન

શિક્ષકો માટેના જ્ઞાનસત્રનો પ્રારંભ

બે દિવસ યોજાશે જ્ઞાનસત્ર 

શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

ભરૂચની નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકો માટેના જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 85થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો
શાળાના શિક્ષકો શિક્ષણના નવિન પ્રવાહોથી વાકેફ રહે, જ્ઞાનનું સતત આદાન-પ્રદાન થતું રહે, શિક્ષણમાં નવું નવું સંશોધન અને ચિંતન થતું રહે અને શિક્ષકો જ્ઞાનથી સમૃધ્ધ બની રહે તે હેતુસર ભરૂચની નારાયણ વિદ્યાલય શાળામાં દર વર્ષે શિક્ષકોના જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજથી બે દિવસસીય જ્ઞાનસત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં "Effective Teaching & Effective Learning" વિષય પર શાળાના ૮૫ શિક્ષકો વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન રજૂ કરશે. જ્ઞાનસત્રના ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ, શાળાના આચાર્ય ડો.ભગુ પ્રજાપતિ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Latest Stories