ભરૂચ: ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ 3 ગામોમાં ફરી પ્રાકૃતિક ખેતીનો આપ્યો સંદેશ !

ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જંબુસર,આમોદ અને વાગરા તાલુકાના ગામોમાં લોકસંપર્ક કરી પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપ્યો હતો

New Update

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજન

ગ્રામજીવન પદયાત્રાનું આયોજન

વિદ્યાર્થીઓએ આપ્યો પ્રાકૃતિક ખેતીનો સંદેશ

જંબુસર,આમોદ અને વાગરાના ગામોમાં વિદ્યાર્થીઓ ફર્યા

આગેવાનો અને ગ્રામજનો રહ્યા ઉપસ્થિત

ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જંબુસર,આમોદ અને વાગરા તાલુકાના ગામોમાં લોકસંપર્ક કરી પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપ્યો હતો
ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગૂજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવતની પ્રેરણા અને કુલપતિ ડૉ.હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ ગૂજરાત વિદ્યાપીઠના ઉદ્દેશ્યો અને મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ગ્રામજીવન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે સંદર્ભે ગૂજરાત વિદ્યાપીઠના કોમ્પ્યુટર સાયન્સના ૨૦ વિદ્યાર્થિઓ તેમજ અધ્યાપક ડૉ.ગેલજીભાઈ ભાટિયાએ ભરૂચ જીલ્લાના જંબુસર,આમોદ અને વાગરા તાલુકાના ગામોમાં લોકસંપર્ક કરી ધરતીપુત્રોને પ્રાકૃતિક ખેતી અપનાવવા સમજણ આપી હતી.ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ ૨૧ ઓક્ટોમ્બરથી ૨૬ ઓક્ટોમ્બર દરમિયાન ભરૂચ જિલ્લાનાં જંબુસર,આમોદ વાગરા તાલુકાના ૧૬૬ ગામોમાં પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપ્યો હતો.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ,આમોદના અગ્રણી મહેશભાઈ શાહ, માતર પ્રાથમિક શાળાના આચાર્ય સંજયભાઈ પટેલ,આરોગ્ય સમિતિનાં ચેરમેન રશ્મિકા પરમાર સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.