New Update
-
ઉનાળામાં સર્જાતી હોય છે પાણીની તંગી
-
વર્ષો પૂર્વે મકાનમાં બનાવાતા હતા ટાંકા
-
ભૂગર્ભ ટાંકામાં પાણીનો થતો સંગ્રહ
-
ભૂગર્ભ ટાંકા આજે પણ આશીર્વાદરૂપ
-
વરસાદી પાણીનો બારે માસ થાય છે સંગ્રહ
ભરૂચ નર્મદાના કાંઠે વસેલા અને વર્ષોથી પીવાના મીઠા પાણી માટે તરસતા રહેતા ભરૂચના કેટલાયે વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે મકાનોમાં ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવ્યા છે. જે આજે પણ ઉપયોગી પુરવાર થઇ રહ્યા છે.
નર્મદા કાંઠે વસેલું હોવા છતાં વર્ષોથી ખારા પાણીની સમસ્યા ભરૃચને સતાવતી રહી છે. પીવાના મીઠા પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. લોકોએ આખું વર્ષ મીઠું પાણી મળી રહે તે માટે પોતાના મકાનોમાં પાકુ બાંધકામ કરી ભૂગર્ભ ટાંકા બનાવેલા છે. જે માટે ખૂબ જ ઇજનેરી કૌશલ્યની પણ જરૃર પડતી.ભરૂચમાં વર્ષો પૂર્વે આ રીતે મકાનોમાં બનાવાતા ભૂગર્ભ ટાંકાની સંખ્યા ખૂબ મોટી હતી પરંતુ પાણીની સમસ્યા ઓછી થવા લાગતાં જૂના ભરૂચના ઘણાખરા મકાનોમાં હવે આ ભૂગર્ભ ટાંકા પૂરી દેવામાં આવ્યા છે.
અથવા બનાવવામાં જ આવતા નથી પરંતુ આજે પણ ભરૂચ શહેરના પારસીવાડ, ચકલા સહિત જુના ભરૂચના વિસ્તારોમાં કેટલાયે પરિવારજનોના મકાનોમાં પાણીનો સંગ્રહ કરવા માટેના અદ્ભૂત કહી શકાય તેવા ભૂગર્ભ ટાંકા હયાત છે અને અહીં રહેતા લોકો વરસાદી પાણીનો બારેમાસ સંગ્રહ કરી ઉપયોગ પણ કરે છે.વરસાદી પાણીના સંગ્રહ માટે મકાનના છાપરા પર પડતા વરસાદના પાણીને પાઇપ વડે ભૂગર્ભ ટાંકામાં ઉતારી દેવાની વ્યવસ્થા કરવામાં આવેલી જોવા મળે છે. જેથી ચોમાસા દરમ્યાન આવા ભૂગર્ભટાંકા છલોછલ ભરાઇ જતાં તે મીઠું પાણી આખા વર્ષ દરમ્યાન ઉપયોગમાં લેવાય છે.
Latest Stories