ભરૂચ: પાંચબત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરની મોબાઈલ શોપમાં ચોરી, જુઓ ચોરીમાં CCTV

ભરૂચના પાંબત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરની મોબાઇલ શોપમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂપિયા એક લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

New Update
  • ભરૂચમાં ફરી તસ્કરો ત્રાટકયા

  • પાંચબત્તી વિસ્તારમાં ચોરીની ઘટના

  • મોબાઈલ શોપમાં તસ્કરોએ કર્યો હાથ ફેરો

  • રૂ.1 લાખથી વધુના માલમત્તાની ચોરી

  • ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

Advertisment
ભરૂચના પાંબત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરની મોબાઇલ શોપમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂપિયા એક લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
ભરૂચ શહેરમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે ત્યારે ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં આવેલ SHK ટેક મોબાઈલ શોપમાં તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ કટરથી શટરનું તાળું તોડ્યું હતું અને કાચ તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો.તસ્કરો દુકાનમાંથી સ્માર્ટ વોચ અને લેપટોપ સહિત રૂ.1 લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં તસ્કરોની સમગ્ર કરતુત સ્પષ્ટપણે નિહાળી શકાય છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
Advertisment
Latest Stories