New Update
ભરૂચના નેત્રંગના આવેલી છે દુધડેરી
ચાસવડ દૂધ ડેરીમાંથી ઘીની ચોરી
રૂ.5 લાખની કિંમતના ઘીની ચોરી
સભાસદોએ ડેરી પર કરી ઉગ્ર રજુઆત
ચોરી કરનારને કડક સજા અપાવવાની માંગ
ભરૂચના નેત્રંગમાં આવેલ 4 દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલે રાજકારણ ઘરમાં આવ્યું છે સભાસદો એ ડેરી ખાતે જઈ ઉગ્ર રજૂઆત કરી હતી
ભરૂચના ટ્રાઇબલ વિસ્તાર એવા નેત્રંગની ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા 5 લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે નેત્રંગ પોલીસે ફરિયાદ નોંઘી તપાસ હાથ ધરી છે આ તરફ ડેરીમાંથી એક સાથે 900 કિલો ઘીની ચોરી થતા રાજકારણ પણ ગરમાયું છે ત્યારે નેત્રંગ તાલુકા ભાજપના પ્રમુખ મનસુખ વસાવા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગ વસાવા સહિતના સભાસદોએ ડેરી ખાતે જઈ રજૂઆત કરી હતી. તેઓએ ઘીની ચોરીના મામલે નિષ્પક્ષ તપાસ અને ચોરી કરનારને કડક સજા અપાવવાની માંગ કરી હતી.
આ તરફ ચોરીની ઘટનામાં અંદરના જ કોઈ વ્યક્તિ સંડોવાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ અંગે સભાસદોએ જણાવ્યું હતું કે ચાસવડ ડેરીમાં અગાઉ પણ કૌભાંડની ફરીયાદ થઈ હતી પરંતુ ન્યાય આપવામાં આવ્યો નથી.આદિવાસી થઈને આદિવાસીને ધમકાવવામાં આવી રહ્યા છે તે યોગ્ય નથી.