ભરૂચ : PM મોદીના જન્મ દિવસથી ત્રણ મોટા અભિયાનની શરૂઆત

ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં યોજાનાર વિવિધ અભિયાન અંગેની માહિતી આપવા માટે કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.

New Update
ભરૂચ કલેકટર તુષાર સુમેરા દ્વારા યોજાય પ્રેસ કોન્ફરન્સ
પી.એમ.મોદીના જન્મદિવસથી અભિયાનની કરાશે શરૂઆત
સેવા સેતુના 10માં તબક્કાની થશે શરૂઆત
સ્વરછતા હી સેવા અભિયાનનો કરાશે પ્રારંભ
27 સપ્ટેમ્બરે ગરીબ કલ્યાણ મેળો યોજાશે
ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં યોજાનાર વિવિધ અભિયાન અંગેની માહિતી આપવા માટે કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.

રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં વિવિધ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરના રોજથી એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત મેગા ઇવેન્ટ, સેવા સેતુ કાર્યક્રમનો 10મો તબક્કો અને સ્વરછતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવશે. જે અંગેની માહિતી આપવા ભરૂચ કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તમામ કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તો સાથે જ તારીખ 27 મી સપ્ટેમ્બરે ભરૂચની કે.જે પોલિટેકનિક કોલેજના ગ્રાઉન્ડ પર ભરૂચ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. આ તમામ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ તે માટે કલેકટર તુષાર સુમેરા દ્વારા અપીલ કરવામાં આવી છે

Latest Stories