New Update
દહેજમાંથી ડ્રગ્સના રો મટીરીયલનો મામલો
પોલીસે વધુ ત્રણ આરોપીની કરી ધરપકડ
અગાઉ બે આરોપીઓની કરી હતી ધરપકડ
31 કરોડની કિંમતનું લિકવિડ મટીરીયલ ઝડપાયું હતું
મુન્દ્રા થી દહેજ કનેક્શન બહાર આવ્યું હતું
ભરૂચના દહેજ માંથી ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતા કરોડો રૂપિયાનો રો મટીરીયલનો જથ્થો ઝડપી પાડવાના મામલામાં એટીએસ દ્વારા વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત એટીએસની ટીમે બાતમીના આધારે ભરૂચના દહેજમાં આવેલ એલાયન્સ કંપની માંથી ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતા 31 કરોડની કિંમતનું લિકવિડ મટીરીયલ ઝડપી પાડયું હતું.આ મામલામાં અગાઉ કંપનીના ચીફ કેમિસ્ટ અને સ્લીપિંગ પાર્ટનર પંકજ રાજપૂત અને ભરૂચની મારૂતિ બાયોજેનિકના માલિક નિખીલ કપુરિયાની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં ગુજરાત ATSએ વધુ ત્રણ આરોપીઓ કેવલ ગોંડલીયા,આનંદ પટેલ અને અંકિત પટેલની ધરપકડ કરી છે.
ટ્રામાડોલ માટેનું મટિરિયલ એક્ટિવ ફાર્માસ્યુટીકલ ઇન્ગ્રેડિએન્ટ્સ તેઓ અમદાવાદ સરખેજની શ્રીજી સાયન્ટિફિકના માલિક હર્ષદ કુકડિયા પાસેથી લાવતા હતા અને ટ્રામાડોલ પાવડર તૈયાર થઇ ગયા બાદ તે પણ હર્ષદને મોકલી આપતા હતા. તે આ પ્રતિબંધિત અને નશાખોરી માટે વપરાતી ટ્રામાડોલ ટેબ્લેટ્સ માટેનો પાવડર કેવલ ગોંડલિયા નામના સપ્લાયરને મોકલતો હતો.
કેવલ અને તેનો સાથીદાર હર્ષિત પટેલ ટ્રામાડોલ પાવડર છત્રાલની ડિનાકોર ફાર્મા કંપનીના માલિક આનંદ પટેલ અને અંકિત પટેલને આપતા હોવાનું બહાર આવ્યું છે.પોલીસે આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી સમગ્ર કાંડમાં અન્ય કેટલાક લોકો સામેલ છે, એ દિશામાં તપાસ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મુન્દ્રા પોર્ટ પરથી કસ્ટમ ડિપાર્ટમેન્ટે આતંકવાદીઓ માટે મોકલવામાં આવી રહેલી ટ્રામાડોલ ટેબલેટનો 110 કરોડનો પ્રતિબંધિત જથ્થો ઝડપી લીધો હતો. જે સીન્ડીકેટ સાથે સંકળાયેલી ગેંગ દ્વારા જ દહેજમાં નશાનો કાળો કારોબાર કરવામાં આવતો હતો.
Latest Stories