ભરૂચમાં છડી-નોમની ઉજવણીમાં સર્જાયો અકસ્માત
છડી ઝુલાવતા સમયે જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
ઇમારત ધરાશાયી થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
સર્જાયેલી દુર્ઘટનાને પગલે દોડધામ મચી
ભરૂચમાં ઉજવાતા પરંપરાગત મેઘરાજાના ઉત્સવમાં છડી ઝુલાવતા સમયે અકસ્માત સર્જાયો હતો,અને જર્જરિત ઇમારતની છત ધરાશાયી થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા,સર્જાયેલા અકસ્માતને પગલે દોડધામ મચી ગઈ હતી.
ભરૂચમાં ઉજવાતા પરંપરાગત મેઘરાજાના ઉત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી હતી,જોકે અચાનક આ ઉત્સવનો માહોલ ચિંતામય પરિસ્થિતમાં ફેરવાઇ ગયો હતો.જેમાં બન્યું કંઈક એવું હતું કે મેઘરાજાના ઉત્સવમાં છડી ઝુલાવતા સમયે અકસ્માત સર્જાયો હતો.
અને એક જર્જરિત ઇમારતની છતનો હિસ્સો ધરાસાઈ થતાં ત્રણ લોકો પર કાટમાળ પડ્યો હતો,અને જેના કારણે ત્રણ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા,અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પોલીસ વેનમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.ઘટનાને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી.