-
ભરૂચ જીએનએફસી ખાતે કરાયુ આયોજન
-
ટાયર એસો.દ્વારા આયોજન કરવામાં આવ્યું
-
સ્નેહમિલન સમારોહ યોજાયો
-
મલયાલી સમાજના સભ્યો રહ્યા ઉપસ્થિત
-
આગેવાનોએ આપી હાજરી
ભરૂચ ટાયર એસોસિએશન દ્વારા શહેરના GNFC કોમ્પલેક્ષમા આવેલા S&R ક્લબ ખાતે 23મી ફેબ્રુઆરીના રોજ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં મલયાલી સમાજના સભયોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.આ પ્રસંગે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.ભરૂચ ટાયર એસોસિએશન દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેમાં રક્તદાન શિબિર,તમામ એસોસિયેશનના સભ્યોનો જીવન વીમો, વિધાર્થીઓના અભ્યાસ માટે સહાય સાથે કેરળમાં આવેલા વિનાશક પૂરમાં પણ ત્યાંના લોકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી.આ કાર્યક્રમમાં GNFC સિક્યુરિટીના હેડ જયસ ચાકો અને S&R ક્લબના જનરલ મેનેજર સહિત મલિયાલી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.